શ્રી ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ
પશુ પક્ષી માટે રોટલા નું વિતરણ
શ્રી ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ
પશુ પક્ષી માટે રોટલા નું વિતરણ
શ્રી ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ
ટ્રસ્ટ ની પ્રવૃત્તિ

About Us

મિત્રો સમાજ માં આપણી આસપાસ ઘણા એવા લોકો છે જેને એક સમય પૂરતું ભોજન પણ મળતું નથી. આવા જરૂરિયાત મંદ લોકો માટે ભોજન વ્યવસ્થા કરવા અને બીજા નિરાધાર લોકો ,ગરીબ દર્દી ,મજૂરી કરતા બાળકો ,અને અન્ય જરૂરિયાત મંદ લોકો માટે કોઈ પણ જાત ના ભેદભાવ વગર બધા સાથે મળી ને વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે ઇસ.૨૦૦૫ માં શ્રી ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરવા માં આવી.

મિત્રો ,જરા વિચારો ,આપણા ને ભગવાને જે અપીયું છે તે આપણા માટે પૂરતું છે? જવાબ છે હા.કારણ કે કયારે સમય કાઢી ને જોઇશુ તો ખ્યાલ આવશે કે આપણી આસપાસ આવે કેટલાક લોકો છે જેને એક ટક જમવાનું પણ પૂર મળતું નથી, ચા ની લારી હોટલ અને અન્ય જગ્યાએ મજૂરી કરતા બાળકો ,કાયમી બીમારી ગ્રસ્ત,બેઘર ,અશક્ત વુર્ધ્ધો, કુદરતી પછડાટ પામેલા લોકો, રાત દિવસ મહેનત મજૂરી કરતા લોકો.શુ આવા પ્રત્યે આપણી કસી ફરજ નથી? આપણે કોઈને એક ટંક જમવાનું ન આપી શકીએ? કોઈ બાળક માટે ભણવાની વ્યવસ્થા માં સાથ ન આપી શકીએ ?કોઈ વૃદ્ધ માટે સહારો ન આપી શકીએ ? શુ? કશુ જ નહીં તો આવા કામ માટે થોડો સમય ન આપી શકીએ?મિત્રો , યાદ કરજો અને તમે કયારે કોઈ ને મદદ કરી છે ! મિત્રો , જયારે વ્યક્તિ પિક્ચર જોવા જાય છે ત્યારે રૂ।. ૧૦૦ ની નોટ નાની લાગે છે. બહુ મોટી ,લાગે છે। મિત્રો, મોજ શોખ પાછળ નહીં પણ માણસો વ્યસન ખાતર પણ દરરોજ ના રૂ।.૧૦૦ વપરાતા અચકાતા નથી. પરમ કૃપાળુ ભગવાન ની કૃપા થી આપણા ને દેશ માટે પણ આપણા કંઈક કરવું એ આપણી ફરજ છે.
આપણા જીવન માં આવતા વિવિધ તહેવારો , ઉત્સવ।, જન્મદિસવ, પુર્યાતિથી ,જેવા દિવસે આપણા કંઈક આવું કાર્ય યાગાર બનાવવાની કોશિશ કરવી જોઈએ.